fbpx
Friday, November 22, 2024

આ રાજ્ય સરકારે ભરી દીધા ખિસ્સાં ભરી દીધા, સેલેરી/ સરકારી કર્મચારીઓના પગારમાં થઈ ગયો 17 ટકાનો તોતિંગ વધારો,

  • કર્ણાટકની ભાજપ સરકારે કર્મચારીઓને આપી સૌથી મોટી ભેટ
  • કર્મચારીઓના પગારમાં એકઝાટકે કર્યો 17 ટકાનો વધારો
  • સીએમ બસવરાજ બોમ્બેઈએ કર્યું એલાન

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બુધવારે આંદોલનકારી સરકારી કર્મચારી સંગઠનને શાંત કરવા માટે 17 ટકાના વચગાળાના પગાર વધારાની જાહેરાત કરી છે.

સાતમા પગાર પંચની ભલામણોના આધારે પગારમાં સુધારો કરવાની અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ને પાછી ખેંચી લેવાની માગણી સાથે કામ પડતું મૂકવાના એસોસિયેશનના નિર્ણયને કારણે કર્ણાટકમાં સરકારી સેવાઓ ખોરવાઈ ગઈ હતી જેના પગલે સીએમ બોમ્મઈએ પગાર વધારાની જાહેરાત કરીને તેમને શાંત પાડ્યાં હતા.

17 ટકાના પગાર-વધારાની જાહેરાત સાથે શું બોલ્યાં સીએમ બોમ્મઈ
સીએમ બોમ્મઈએ કહ્યું કે અમે 7માં પગાર પંચની નિમણૂક કરી દીધી છે. એસોસિએશન સાથે વાતચીત પછી, અમે એક કરાર પર પહોંચ્યા છીએ. વચગાળાની રાહત તરીકે, અમે સરકારી કર્મચારીઓને 17 ટકાનો વધારો આપીશું. આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાને ફરીથી રજૂ કરવા માટે વધારાના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. બે મહિનામાં તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવશે.

લેખિત ઓર્ડર મળે પછી જ આંદોલન ખતમ કરીશું- એસોસિએશન પ્રમુખ
એસોસિએશનના પ્રમુખ સીએસ શાદાક્ષરીએ જણાવ્યું કે જ્યાં સુધી લેખિત આદેશ બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી એસોસિએશન પોતાનું પ્રદર્શન પાછું નહીં ખેંચે. અમે આ ખાતરીઓ પહેલાં પણ સાંભળી છે. અમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે ખાતરીઓ સ્વીકારીશું નહીં. અમે ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ. એકવાર આદેશો જારી થયા પછી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles