શરીરમાં આંખ એક મહત્વનું અંગ છે માટે આંખની યોગ્ય કાળજી રાખવી જરુરી છે. ક્યારેક બરોબર દેખાતુ હોય તો આપણે ચશ્મા પહેરીએ છીએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો આંખોમાં ચશ્માની જગ્યા પર કોન્ટેક્ટ લેન્સ લગાવતા હોય છે. તાજેતરમાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 2019 થી 2025 સુધીમાં કોન્ટેક્ટ લેન્સનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 7.5 ટકા સુધી વધી શકે છે. તાજેતરમાં અમેરિકામાં લેન્સ પહેરવાથી આંખની રોશની જતી રહી હોવાનો કેસ નોંધાયો છે. એ પછી લોકોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે ચશ્મા પહેરવા સારા કે કોન્ટ્ક્ટ લેન્સ પહેરવા સારા..
આંખના ડૉક્ટરના મંતવ્ય
આ બાબતે આંખના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આંખ માટે ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ બન્ને સારા છે. અને બન્નેનો ઉપયોગ અલગ અલગ પરિસ્થિતિમાં કરી શકાય છે. ચશ્મા હોય કે કોન્ટક્ટ લેન્સ હોય બન્નેના ફાયદા અને નુકસાન રહેલા છે. આમ છતાં ઓપ્થેલ્મોલોજિસ્ટ માટે ચશ્માં પહેરવા વધુ સારા છે.
ચશ્માથી આંખોમા ક્યારેય ઈન્ફેકશન લાગવાનો ભય રહેતો નથી
આંખના ડૉક્ટરના અભિપ્રાય મુજબ ઓપ્થેલ્મોલોજિસ્ટ દર્દી માટે ચશ્માં પહેરવા વધુ સારા છે. ચશ્મા પહેરવા કે કાઢવા માટે સરળ રહે છે. અને તે આંખોની ઉપર રહેતા હોવાથી તે આંખના અંદરના ભાગને સ્પર્શતા નથી તેથી આંખોમા ક્યારેય ઈન્ફેકશન લાગવાનો ભય રહેતો નથી.
શુ કોન્ટેક્ટ લેન્સથી નુકસાન થાય ખરુ ?
ડૉક્ટરોના અભિપ્રાય પ્રમાણે કોન્ટક્ટ લેન્સ વધુમાં વધુ 8 થી 10 કલાક પહેરી શકાય છે. જો તેને વધારે સમય સુધી પહેરવાથી તેની સાફ સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો આંખને નુકસાન પહોચી શકે છે. કારણ કે આંખની અંદર કોર્નિયા પર લગાવવામાં આવે છે. આ ઉપરાંત જો ઘણા લોકો 24 કલાકથી વધુ સમય સુધી લેન્સ પહેરે છે તેનાથી આંખોમાં હાઈપોક્સિયા એટલે કે ઓક્સીજનની કમી રહે છે. જે કોર્નિયાના એપીથિલિયાની સ્વાસ્થય પર અસર થઈ શકે છે.