fbpx
Saturday, November 23, 2024

બે ટ્વીન્સ બાળકીઓ સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી, પોલીસમેનની દીકરીને સાસરિયાનો ત્રાસ

પોલીસમેન પિતાની દીકરી ફરહાને અરવલ્લીના મેઘરજ ખાતે રહેતા પતિ શાહનવાઝ ફકીર અને સાસરિયાના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ છે કે, પતિ અને સાસરિયાના સભ્યોએ ત્રાસ આપી બે ટ્વીન્સ બાળકીઓ સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. ગોંડલ ખાતેના મહિલા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી છે.

પરિણીતાની ફરિયાદ પરથી ગોંડલ સ્થિત મહિલા પોલીસ સ્ટેશને અરવલ્લીના મેઘરજમાં રહેતા પતિ શાહનાવાઝ, સસરા બીસ્મીલ્લાશા મહેમદા ફકીર, સાસુ ઝરીનાબેન, દિયર શાહીલ દિવાન અને નણંદ હિનાબાનુ મોઇન શેખ (રહે.અમદાવાદ) સામે ગુનો નોંધ્યો છે.



ફરિયાદમાં ફરહાનબેને જણાવ્યું કે, હાલ હું મારા માવતર મારા પિતાના ઘરે ગોંડલ એસઆરપી કેમ્પના ક્વાર્ટરમાં રહું છું. 4 વર્ષ પહેલાં મારા લગ્ન મેઘરજના શાહનવાઝ સાથે થયેલા. પતિએ એક મહિના પછી કહીં દીધેલું કે, મને તું પસંદ નથી. મેં મારા મમ્મી પપ્પાની જીદથી તારી સાથે લગ્ન કર્યા છે. આ બાબતે ઝઘડો થતો અને સાસુ સસરા રસોઈ જેવી બાબતે પણ મેણાં મારતા, નણંદ પણ બધાને ફોન કરી ચડામણી કરતી. નણંદ કહેતી મારો ભાઈ કેવો હીરા જેવો છે અને તું મારા ભાઈને ભટકાઈ ગઈ છો. વગેરે બાબતે ઝઘડો કરી ઘરમાંથી તેમને કાઢી મુક્યા હતા.



માવતરે જ દીકરીઓનો જન્મ થયા પછી કોઈ બાળકીઓનું મોઢું હોવા ન આવેલ અને અમારે દીકરીઓ જોઈતી નથી તેમ કહેતા. પણ સમાધાન પછી પરત સાસરે જતા ફરી ત્રાસ આપતા. અને પતિ બીજી સ્ત્રી સાથે રાત્રે વાતો કરતા હોય તે બાબતે ઝઘડો થતા મારકૂટ કરી હતી. જેથી 181ની મદદ લઈ મેઘરજ પોલીસ મથકે ગયેલા અને ત્યાંથી માવતરના સભ્યો ગોંડલ ઘરે લઈ આવ્યા હતા. આ મામલે ગોંડલ મહિલા પોલીસમાં અરજી કર્યા બાદ વીસેક દિવસ પછી ગુનો દાખલ થયો છે.



તું મારી પસંદ નથી, મમ્મી-પપ્પાના કહેવાથી મેં તારી સાથે લગ્ન કર્યા: નિકાહના 1 મહિનામાં જ પતિનું વર્તન બદલાયું
ફરહાનબેને કહ્યું કે, તેમના પતિ એમએસસી સુધી ભણેલા છે. પોતે શિક્ષિત હોવા છતાં તેણે આવું કૃત્ય કર્યું છે. લગ્ન બાદ તેઓ પતિ સાથે સાસરિયામાં રહેવા ગયા. એક મહિનો બધું વ્યવસ્થિત ચાલ્યું પણ 1 મહિના પછી પતિ શાહનવાઝે કહ્યું કે, તું મારી પસંદ નથી, મારા મમ્મી-પપ્પાના કહેવાથી મેં તારી સાથે લગ્ન કર્યા છે. આ સાંભળી ફરહાનબેનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.



જે પછી સાસુ – સસરાના મેંણાં ટોણાં વચ્ચે તેઓ રહેતા હતા. પતિ ઝઘડો કરો કહેતો કે, તારે રહેવું હોય તો રહે નહિતર કાંઈ નહીં, મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી તેમ કહીં અપમાનિત કરી અવગણના કરતા. અનેક વખત મારુ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ફરહાનબેન સગર્ભા થતા હવે ઘરસંસાર સરખો ચાલશે તેવી આશા બંધાઈ હતી જોકે, ફરી ઝઘડો થતા પહેરેલ કપડે સગર્ભા હાલતમાં જ ઘરેથી કાઢી મુક્તા ગોંડલથી ફરહાનબેનના મમ્મી મેઘરજ પહોંચ્યા હતા અને ફરહાનબેનને માવતરે લાવ્યા હતા.



બે દીકરીઓ કેમ જણી, દીકરા કેમ નહીં, હવે તમને ત્રણેયને અમારે બેઠા બેઠા ખવડાવવું પડશે જેથી માવતરે જ રહેજે
ફરહાનબેને કહ્યું કે, તેમણે જ્યારે ટ્વીન્સ દીકરીઓને જન્મ આપ્યો ત્યારે તેઓ રિસામણે સાસરે હતા પણ કોઈ સાસરિયાના સભ્યો બાળકીઓનું મોઢું જોવા પણ નહોતા આવ્યા. સાસરિયાના સભ્યોએ ફોન પર એવું કહેલું કે, કેમ બે દીકરીઓને જન્મ આપ્યો, કેમ દીકરા જન્મ્યા નહીં, હવે તમને ત્રણેયને અમારે બેઠા બેઠા ખવડાવવુ પડશે. જેથી હવે તું માવતરે જ રહેજે. અહીં તારું કામ નથી. અહીં આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલી. જોકે આ દીકરા દીકરીના ભેદભાવ અને આવી ધમકી આપી તે અંગે પોલીસે એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો નથી.



હકીકત મુજબ ફરિયાદ ન નોંધી: મહિલા પોલીસ મથકના સ્ટાફની વિવાદાસ્પદ ભૂમિકા
સાસરિયાના ત્રાસથી પીડિત ફરહાનબેનને ગોંડલના મહિલા પોલીસ મથકે પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. ફરહાનબેન પોલીસ પરિવારમાંથી આવતા હોવાની જાણ હોવા છતાં તેમને પણ પોલીસ તંત્રનો વરવો અનુભવ થયો છે. ફરહાનબેનના આક્ષેપ મુજબ તેઓએ જે અરજી આપી હતી તે મુજબ પોલીસે ફરિયાદ નોંધી નથી. ઘણી હકીકતો છુપાવી એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો નથી. ફરહાનબેનના આક્ષેપ મુજબ, કરિયાવરના 12 તોલા સોનાના ઘરેણા જે સાસરિયા પાસે છે. પિતાએ આપેલ 20 હજાર રોકડ સાસરિયા પાસે છે.

આમ સ્ત્રી ધનની વસ્તુનો પોલીસે એફઆઈઆરમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઉપરાંત સાસરિયા અપશબ્દો કહેતા તેનો પણ ઉલ્લેખ નથી. ઉપરાંત પતિએ મારકૂટ કરી ગળું દબાવી મારી નાખવા કોશિશ કરેલી તેનો કોઈ ઉલ્લેખ નથી. દીકરીઓ કેમ જણી, દીકરાઓ કેમ નહીં? તેમ કહી ધમકી આપેલી તેનો પણ ઉલ્લેખ નથી. ઉપરાંત પતિ શાહનવાઝ બેંકમાં ડેબિટ કાર્ડ વિભાગમાં પ્રાઇવેટ જોબ કરે છે પણ લગ્ન વખતે શિક્ષક હોવાનું કહી લગ્ન કરેલા આ વિશ્ર્વાસઘાત કર્યાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ નથી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles