જો તમે હેલ્ધી રહેવા ઈચ્છતા હોવ તો, તમે તમારા ડાયટમાં અળસીનો સમાવેશ કરી શકો છો, કારણકે તેમાંથી ઘણા પ્રકારનાં વ્યંજનો બનાવી શકાય છે, જેમાંથી અમે તમને જણાવી રહ્યા છીએ 3 રેસિપીઝ.
અળસીને સનનાં બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક નાનું અને રેસાયુક્ત બીજ હોય છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. આ નાનકડાં બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને ફાઈબર હોય છે, જે તમારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
એટલે જ આપણે સૌએ અળસીનાં બીજનું સેવન ચોક્કસથી કરવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે, અળસીનાં બીજ આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઈલાજમાં મદદ કરી શકે છે, જેમાં પાચન સંબંધિત સમસ્યાઓ, મેદસ્વિતા જેવી સમસ્યાઓમાં ઈલાજમાં મદદ કરે છે. આ પૌષ્ટિક બીજનો આનંદ અને લાભ લેવા માટે, તેમજ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે તેમાંથી ઘણા પ્રકારનાં વ્યંજનો બનાવી શકાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ વાનગીઓની રેસિપી.
સલાડ તૈયાર કરો
સવારે તાજાં અને રસીલાં ફળોનો એક બાઉલ એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે. આ બ્રેકફાસ્ટ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પેટ પણ ભરે છે અને આખા દિવસની શરૂઆત સ્ફૂર્તિમય થાય છે. હેલ્ધી સલાડ બનાવવા માટે ફોલો કરો નીચે જણાવેલ ટિપ્સ અને રીત.
સામગ્રી
2- ગાજર
1 ચમચી – મધ
1 ચમચી – જૈતુનનું તેલ
અડધી ચમચી – કાળા મરી
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – અળસીનાં બીજ
બનાવવાની રીત
- સલાડ બનાવવા માટે સૌથી પહેલાં ગાજરને સરખી રીતે ધોઈને છોલી લો અને ઠંડા પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો.
- 10 મિનિટ બાદ ગાજરને પાણીમાંથી નીતારીને કાઢી લો અને સૂકવી દો.
- ગાજર સૂકાઈ જાય એટલે નીચે પ્લેટ મૂકી ગાજરને છીણી લો.
- ત્યારબાદ ગાજરને છીણીને એક બાઉલમાં કાઢો અને ઉપરથી 1 ચમચી જૈતૂનનું તેલ, કાળામરી પાવડર, મીઠું, મધ વગેરે નાખીને બરાબર મિક્સ કરી લો.
- બધી જ વસ્તુઓ મિક્સ કર્યા બાદ તેમાં ઝીણી સમારેલી ખજૂર, એક ચમચી અળસીનાં બીજ નાખો અને સરખી રીતે મિક્સ કરી લો.
- ખજૂર નાખ્યા બાદ તેને થોડીવાર માટે મૂકી દો અને પછી સર્વ કરો. તમે ઈચ્છો તો, ગાજર અને ખજૂરના સલાડને 10 મિનિટ માટે બેક કરી શકો છો.