fbpx
Tuesday, July 9, 2024

Pathaan Box Office Collection Day 10: બોક્સ ઓફિસ પર પઠાણની સુનામી યથાવત, 10મા દિવસની જોરદાર કમાણી

બોક્સ ઓફિસ પર પઠાણની ધૂમ અકબંધ છે. બોલિવૂડ કિંગ શાહરૂખખાનની ફિલ્મ માટે લોકોનો દીવાનગી સાતમાં આસમાને છે. પઠાણ દરરોજ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને ઈતિહાસ રચી રહ્યો છે. રિલીઝના 10મા દિવસે પણ પઠાણે ડબલ ડિજિટમાં કમાણી કરીને નવો ક્રમ સ્થાપિત કર્યો છે.

પઠાણનો જવલા યથાવત

પઠાણ બોક્સ ઓફિસ પર ઉંચી ઉડી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મે સિનેમા હોલનું ગ્લેમર પાછું લાવ્યું છે. લાંબા સમયથી બંધ પડેલા થિયેટરોમાં દર્શકો ફરી આવવા લાગ્યા છે. રિલીઝના 9-10 દિવસ પછી પણ પઠાણના મોટાભાગના શો હાઉસફુલ થઈ રહ્યા છે. પઠાણ દરરોજ સફળતાના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

‘પઠાણ’ પર કરોડોનો વરસાદ!

પઠાણના 10મા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મે 10મા દિવસે એટલે કે બીજા શુક્રવારે ડબલ ડિજિટમાં કમાણી કરીને બતાવ્યું છે કે તે બોલિવૂડનો અસલી રાજા છે. હા, શરૂઆતના અનુમાન મુજબ શાહરૂખની ફિલ્મે 10માં દિવસે 13થી 15 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મનું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન 378-380 કરોડની નજીક પહોંચી ગયું છે. એટલે કે પઠાણ 400 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles