fbpx
Sunday, October 6, 2024

ટાટા મોટર્સે ટાટા સાણંદ ના તમામ કર્મચારીઓને પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા

ટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપનો ભાગ બનવા બદલ તમને હાર્દિક અભિનંદન.

ટાટા મોટર્સ, એ $128 બિલિયન ટાટા ગ્રૂપનો ભાગ છે જેની સ્થાપના 1868માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી અને તે ઓટોમોબાઈલના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાં સામેલ છે. અમે ગ્રાહકોની આકાંક્ષાઓને અનુરૂપ નવીન ગતિશીલતા નિવારણ ઓફર કરીને ‘Connecting Aspirations’ માં વિશ્વાસ રાખીએ છીએ.

તમે હવે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકનો ભાગ છો જે છેલ્લા સાત દાયકાથી ભારતીય ઓટોમોબાઈલ માર્કેટના લીડર છે.

ટાટા મોટર્સ ઓટોમોબાઈલ કેટેગરીમાં ‘બેસ્ટ પ્લેસ ટુ વર્ક (કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ)’ તરીકે પસંદ કરવામાં આવેલ છે. અમારા કર્મચારીઓની આકાંક્ષાઓને જોડવા પર અમારું ધ્યાન અને નવીનતમ તકનીક વાળી ઉત્પાદનોની અમારી પાઇપલાઇન અમને બજારમાં મોખરે રાખે છે. 1945 માં સ્થપાયેલ, ટાટા મોટર્સની કામગીરી ભારત, યુરોપ, ચીન, યુકે અને ઉત્તર અમેરિકામાં 25 સાઇટ્સમાં ફેલાયેલી છે, જેમાં 52,000 થી વધુ કર્મચારીઓ અમારી ઉત્પાદન, R&D અને ડિઝાઇન ફેસિલિટી ઉત્સાહપૂર્વક ચલાવે છે.

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (‘TPEML’) ના સાણંદ પ્લાન્ટમાં અમે આ સફર સાથે મળીને શરૂ કરીએ છીએ. અમે તમે જાણ કરવા ઈચ્છીએ છીએ કે ભાવિ પ્લાન્ટની જરૂરિયાત અનુરૂપ તમારા ઑન-બોર્ડિંગ, આત્મસાત, નવી ટેક્નોલોજી ટ્રેનિંગ અને અપસ્કિલિંગ માટે વિસ્તૃત યોજનાઓ મૂકવામાં આવી રહી છે. તેનું વિગતવાર શેડ્યૂલ તમને એચઆર ટીમ અને સુપરવાઈઝર દ્વારા ખૂબ જ જલ્દી વ્યક્તિગત રીતે જણાવવામાં આવશે. મહેરબાની કરીને નોંધ કરો કે તમારી પ્રથમ પેરોલ (પગાર) રન માટે નોંધણી કરવામાં આવી છે અને તમારી હાજરી પણ 10મી જાન્યુઆરી 2023 થી ચિહ્નિત કરવામાં આવશે. તમને એચઆર ટીમ અથવા પ્રોસેસ કોચ/સુપરવાઈઝર તરફથી મળેલા માહિતી મુજબ TPEML પ્લાન્ટમાં રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.

જેમ આપણે આ પ્રથમ પગલાં લઈએ છીએ, ચાલો આપણે સાથે મળીને આગળ વધવાનું પ્રતિબદ્ધ કરીએ જે પરસ્પર ફાયદાકારક છે.

ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ ટાટા ગ્રુપનો ભાગ બનવા બદલ ફરી એકવાર અભિનંદન!

Source : Tata Motors Press Release

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles