fbpx
Monday, October 7, 2024

સાઉથની ફેમસ એક્ટ્રેસ કીર્તિને બિકીનીમાં જોઇ ફેન્સ ભડક્યા

  • મહાનતીની સાવકી મા માટે યુઝર્સે લખ્યું- આ બધુ સારુ લાગતું નથી
  • મોટા ભાગે સિમ્પલ લુકવાળી કીર્તિ સુરેશના ઇન્ટરનેટ પર લાખો ફોલોઅર્સ

સાઉથની ફિલ્મ મહાનતીમાં બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાની સાવકી માતા સાવિત્રીનું પાત્ર ભજવીને ફેમસ થયેલી એક્ટ્રેસ કીર્તિ સુરેશને અવારનવાર સિમ્પલ લુકમાં જોવા મળી છે.

તેનું આ લુક લોકોને ખૂબ પસંદ પણ આવ્યું. પરંતુ આવું પહેલીવાર બન્યું, જ્યારે તે વોટર બિકીની બેબી તરીકે પૂલમાં ઉતરી છે અને પૂલમાં તેનું આ લુક જોઇ તેના ચાહકોને નિરાશ થયા છે.

સાઉથની સુંદર એક્ટ્રેસ કીર્તિ સુરેશ તેની ફિલ્મોને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તેના બિકીની અવતારને કારણે ચર્ચામાં છે. તેના આ અવતારે ચાહકોને નિરાશ કર્યા છે.

તેમ છતાં કીર્તિ સુરેશના ફોટા પર ઘણી લાઈક્સ મળી છે. તેની પોસ્ટને 10 લાખથી વધુ લાઈક્સ મળી છે. ફેન્સ પોતાની ફેવરિટ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.

કીર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેની ફિલ્મો અને અભિનય તેમજ દેખાવને કારણે તેની લોકપ્રિયતા ઘણી છે. તે નાની ઉંમરમાં જ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. તેને ‘મહાનતી ફિલ્મથી લાઈમલાઈટ મળી હતી. આમાં તે રેખાની સાવકી માતાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ હતી.

રજનીકાંતની અન્નતેની હિટ સાથે કીર્તિની કારકિર્દી પણ હિટ થઈ ગઈ. ચાહકોને તેનું પ્રદર્શન જોવું ગમે છે. પોતાની સાદગી માટે જાણીતી અભિનેત્રીનો બોલ્ડ અવતાર હવે ફેન્સને પસંદ નથી આવ્યો, જેના કારણે તે હવે લોકોના ગુસ્સાનો સામનો કરી રહી છે. યુઝર્સનું કહેવું છે કે કીર્તિને આ બધુ સારુ લાગતું નથી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles