fbpx
Saturday, November 23, 2024

એસ્ટ્રોલોજી / મકરસંક્રાતિ પર રાશિ અનુસાર કરો આ ચીજોનું દાન, બદલાઇ જશે રાતોરાત કિસ્મત અને મટી જશે તમામ દોષ

દાન આપવાથી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છેચમકશે ભાગ્ય અને બધા દોષ બળી જશેમકરસંક્રાંતિએ રાશિ મુજબ કરો આ વસ્તુઓનુ દાનમનુષ્યના કર્મ સુધરે તો ભાગ્યને બદલાતા મોડુ થતુ નથીદાન આપવાથી મનુષ્યને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે દાન આપવાથી મનુષ્યના કર્મ સુધરે છે અને જો કર્મ સુધરી જાય તો ભાગ્ય સુધરતા મોડુ થતુ નથી.જ્યારે આપણે દાનની વાત કરીએ છીએ તો દધીચિ ઋષિ અને કર્ણનુ નામ સ્વાભાવિક રીતે માનસ પટલ પર આવી જાય છે. દધીચિ વિશે બધા જાણે છે કે તેમણે પોતાના હાડકા પણ દાનમાં આપ્યાં હતા. જ્યારે મહાભારત કાળમાં અંગદેશના રાજા કર્ણનુ નામ પણ મહાદાનીના રૂપમાં લેવામાં આવે છે, જેણે પોતાના અંતિમ સમયમાં પોતાના સુવર્ણ દાંત પણ માંગનારાને દાનમાં આપી દીધા હતા.દાનનુ મહત્વકહેવાય છે દાન કરવાથી મનુષ્યના દૈહિક, માનસિક અને આત્મિક તાપ મટવાની સાથે બધા પ્રકારના દોષ પણ મટી જાય છે. જો આ દાન મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તેનુ મહત્વ વધારે વધી જાય છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ખિચડી, ગોળ અને ધાબળા વગેરેનુ દાન કરવાનુ મહત્વ છે, અમુક અન્ય વસ્તુઓને પણ દાનમાં આપી શકો છો. આવો જાણીએ કઈ રાશિના લોકોને મકર સંક્રાંતિ પર શું દાન કરવુ વધુ લાભકારી રહેશે.

રાશિ મુજબ દાનમેષ: ગોળ, મગફળીના દાણા અને તલનુ દાન કરો.

વૃષભ: વ્હાઈટ કપડા, દહીં અને તલનુ દાન આપવુ લાભકારી રહેશે.

મિથુન: મગની દાળ, ચોખા અને ધાબળાનુ દાન આપવુ જોઈએ.

કર્ક: ચોખા, સફેદ તલનુ દાન આપો.

સિંહ: તાંબા, ઘઉંનુ દાન આપો.

કન્યા: ખિચડી, ધાબળા અને લીલા કપડાનુ દાન કરવુ જોઈએ.

તુલા: ખાંડ અને ધાબળાનુ દાન આપવુ સારું રહેશે.

વૃશ્વિક: લાલ કપડાં અને તલનુ દાન આપો.

ધન: પીળા કપડાં અને પલાળેલી હળદરનુ દાન કરી શકો છો.

મકર: કાળા ધાબળા, તલ અને કાળા તલ દાનમાં આપો.કુંભ: કાળા કપડાં, કાળી અડદ, ખિચડી અને તલનુ દાન કરો.મીન: રેશમી કપડાં, ચણાની દાળ, ચોખા અને તલ દાનમાં આપો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles