fbpx
Sunday, November 24, 2024

B’day Special: બાળપણના મિત્ર સાથે કર્યા લગ્ન, સુરેશ રૈના સાથે જોડાયેલી 10 ખાસ વાતો

‘મિસ્ટર આઈપીએલ’ના નામથી જાણીતા પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈના માટે આજે એટલે કે 27 નવેમ્બર ખૂબ જ ખાસ છે. તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ લીધી એ જ દિવસે રૈનાએ પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું હતું. જ્યાં સુધી ધોની રમવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી રૈનાએ પણ તેના નેતૃત્વમાં ભારતીય ટીમને ઘણી મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રૈનાએ ગયા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રૈના માત્ર ઝડપી બેટિંગ માટે જ નહીં પરંતુ ખતરનાક ફિલ્ડિંગ માટે પણ જાણીતો હતો. તેણે ભારત માટે 226 ODI, 78 T20 આંતરરાષ્ટ્રીય અને 18 ટેસ્ટ રમી છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી 10 ખાસ વાતો-

રૈનાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના પિતા ત્રિલોક ચંદ રૈનાવારી, જમ્મુ અને કાશ્મીરના વતની છે અને તેમની માતા હિમાચલ પ્રદેશના ધર્મશાલાના વતની છે. જોકે, બાદમાં રૈનાનો પરિવાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્થાયી થયો હતો. રૈનાના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી છે.

તેને ત્રણ મોટા ભાઈઓ અને એક બહેન છે અને તે આ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. રૈનાનું બીજું નામ સોનુ છે.

16 વર્ષની ઉંમરે રૈનાએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં જગ્યા બનાવી હતી. તે સમયે તેની સાથે અંબાતી રાયડુ, ઈરફાન પઠાણ પણ ટીમમાં સામેલ હતા.

30 જુલાઈ, 2005ના રોજ, 18 વર્ષની ઉંમરે, રૈનાને શ્રીલંકા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી, પરંતુ તે પ્રથમ બોલ પર જ મુથૈયા મુરલીધરન દ્વારા આઉટ થઈ ગયો. ત્યારબાદ ડિસેમ્બર 2006માં તેણે ભારતની પ્રથમ ટી20 મેચમાં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે જુલાઈ 2010માં શ્રીલંકા સામે પણ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

રૈનાએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેથી, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો. તેણે 2008માં હોંગકોંગ સામે એશિયા કપમાં તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી. જ્યારે T20માં તેણે મે 2010માં T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી.

તે ભારત માટે ટેસ્ટ, ODI અને T20I ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી હતો.

રૈના ટી-20માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનારો સૌથી યુવા કેપ્ટન છે. તેણે 23 વર્ષ અને 197 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે T20માં પ્રથમ વખત કમાન સંભાળી હતી.

3 એપ્રિલ 2015ના રોજ રૈનાએ બાળપણની મિત્ર પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તેમની પુત્રીનો જન્મ 14 મે 2016 ના રોજ થયો હતો, જેનું નામ ગ્રેસિયા હતું. પ્રિયંકાએ ગયા વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ રિયો છે.

આ સિવાય રૈનાને ગાવાનો પણ શોખ છે. તેણે 2015ની બોલિવૂડ ફિલ્મ મિરુથિયા ગેંગસ્ટરમાં ‘તુ મિલી સબ મિલા હૈ’ ગીત ગાયું છે. તે સેક્સોફોન પણ વગાડી શકે છે.

સુરેશ રૈના હાલમાં અબુ ધાબી T10 લીગમાં ડેક્કન ગ્લેડીયેટર્સ તરફથી રમી રહ્યો છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles