બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ આલિયા ભટ્ટ માતા બની ગઈ છે. તેણે 6 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ મામલામાં આલિયાએ તેની સાસુ નીતુ કપૂરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ બોલિવૂડ એક્ટર અને લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને અત્યાર સુધી તેમના લગ્નને માત્ર સાડા 6 મહિના થયા છે.
લગ્ન પછી આટલા ઓછા સમયમાં તેનું માતા બનવું દરેક માટે ચોંકાવનારુ છે અને આ ક્યાંક ને ક્યાંક પુષ્ટિ કરે છે કે તે લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ હતી. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે જ્યારે નીતુ કપૂરે પણ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તેમના લગ્નને 9 મહિના પણ પૂરા થયા ન હતા. ચાલો તમને જણાવીએ નીતુ કપૂરની લગ્નથી લઈને માતા બનવા સુધીની આખી કહાની…
નીતુ કપૂરે 22 જાન્યુઆરી 1980ના રોજ અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા ત્યારે તે 22 વર્ષની પણ નહોતી. લગ્નના લગભગ 6 મહિના પછી, 8 જુલાઈ 1980 ના રોજ તેણીએ તેનો 22મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો અને લગભગ અઢી મહિના પછી, 15 સપ્ટેમ્બર 1980 ના રોજ, તેણે એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ તેણે રિદ્ધિમા રાખ્યું.
રિદ્ધિમા અને તેના નાના ભાઈ રણબીરની ઉંમરમાં માત્ર 2 વર્ષનો તફાવત છે. જી હા, નીતુ તેનો 23મો જન્મદિવસ ઉજવ્યા પછી ફરી પ્રેગનેન્ટ થઈ અને તેનો 24મો જન્મદિવસ ઉજવ્યાના બે મહિના પછી નીતુએ 28 સપ્ટેમ્બર 1982ના રોજ રણબીર કપૂરને જન્મ આપ્યો.
રણબીર કપૂર 39 વર્ષની ઉંમરે પિતા બન્યો છે, જ્યારે તેમના પિતા ઋષિ કપૂર માત્ર 28 વર્ષના હતા જ્યારે તેમણે પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. 30 વર્ષની ઉંમરે તે બીજી વખત પિતા બન્યા હતા. એટલે કે જે ઉંમરે રણબીર કપૂર પિતા બન્યો, ઋષિ કપૂર એ ઉંમરે પહોંચ્યા ત્યારે તે 9 વર્ષનો હતો.
આલિયા ભટ્ટની નણંદ અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાએ માતા બનવાની કોઈ ઉતાવળ બતાવી નથી. તેણે 26 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા અને 5 વર્ષ પછી 23 માર્ચ 2011ના રોજ તેમની દીકરી સમારાનો જન્મ થયો.
જણાવી દઇએ કે રણબીર અને આલિયા 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા’માં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. રણબીરની અપકમિંગ ફિલ્મોમાં લવ રંજનનો અનટાઈટલ્ડ પ્રોજેક્ટ અને ‘એનિમલ’નો સમાવેશ થાય છે, જ્યારે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મોમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘હાર્ટ ઑફ સ્ટોન’નો સમાવેશ થાય છે.