fbpx
Monday, October 7, 2024

લેવાશે સૌથી મોટો નિર્ણય, ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પર ‘9 કલાક’ અત્તિ ભારે,

T20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી કોના હાથમાં જશે તે માટે 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે અને આ 4 ટીમમાંથી એક ટીમ હશે જેના હાથમાંT20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી હશે. સેમીફાઈનલ સુધીની સફરમાં આ ટૂર્નામેન્ટની અંદર ઉલટ પલટ જોવા મળી હતી. જે રીતે ટી-20 મેચોના પરિણામો કેટલીકવાર છેલ્લા બોલ સુધી જાણી શકાતા નથી, તેવી જ રીતે આ ટૂર્નામેન્ટની 4 સેમી ફાઇનલિસ્ટ ટીમ કોણ હશે તેને લઇને સુપર-12 સ્ટેજના અંતિમ દિવસ સુધી ઘમાસાણ ચાલતું હતું.

આ 4 ટીમો પર ભારે પડશે

જો કે હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલની 4 ટીમો છે, તો હવે તમે પણ જાણો છો કે ટી-20 વર્લ્ડ કપના છેલ્લા અઠવાડિયાના 9 કલાક આ ચાર ટીમો માટે ભારે પડશે. હવે તમે વિચારતા હશો કે, અઠવાડિયામાં તો 168 કલાક હોય છે તો આ એક દિવસમાં 25 કલાક તો આ 9 કલાક ક્યાં હશે જે આ 4 ટીમો પર ભારે પડશે. તો તેનો સંબંધ 3 મેચ દરમિયાન મેદાન પર પસાર થયેલા 9 કલાક સાથે થશે. જે આ અઠવાડિયે રમાશે. 3 ટક્કરની મતલબ 2 સેમિફાઈનલ અને 1 ફાઈનલ

9 અને 10ના રોજ સેમીફાઈનલની ટક્કર

ટી 20 વર્લ્ડકપ 2022માં પ્રથમ સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બના રોજ થશે. આ સિવાય બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે. આ બંન્ને સેમીફાઈનલની ટક્કર વિજેતા ટીમ વચ્ચે 13 નવેમ્બરના રોજ મેલબર્નમાં ફાઈનલ રમાશે.

4 ટીમો પર 9 કલાક ખુબ ભારે

ટી20 ફોર્મેટમાં દરેક મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ એ સમય છે જેટલા વધુ સમય ખેલાડી મેદાન પર હોય છે, જેના હિસાબે 2 સેમીફાઈનલ અને એક ફાઈનલનો કુલ સમય મેળવી 9 કલાક થાય છે. હવે જે ટીમ દર એક મેચના 3 કલાકમાં મેદાન પર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા જોવા મળશે. જીત પણ તેની જ હશે.

અટલે કે, 4 ટીમો પર સેમીફાઈલથી ફાઈનલની સફર 9 કલાક ભારે રહેશે. 6 કલાકમાં સેમીફાઈનલની 2 ટીમને લઈ મોટો નિર્ણય લેવાશે. જ્યારે 3 કલાકમાં 13 નવેમ્બરના રોજ ફાઈનલની ચેમ્પિયન ટીમ જાહેર થશે.

હાલમાં ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે ગૃપમાં ટોપર છે. ભારતીય ટીમે સુપર 12 ની 5માંથી 4 મેચમાં જીત મેળવી હતી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles