fbpx
Friday, November 22, 2024

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ 4 રાશિઓના સુખને ‘ગ્રહણ’ કરશે, થશે નકારાત્મક અસરો

Chandra Grahan 2022: વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આપણે થોડા દિવસો પહેલા જ જોઈ લીધું છે. હવે વર્ષનું છેલ્લું અને બીજુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર 2022ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે ચિંતા વધારનારુ રહી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે 15 દિવસમાં બે ગ્રહણ થવા અશુભ સંકેત તરફ ઇશારો કરે છે.

આ કારણથી ઘણા લોકોના મનમાં ચિંતા વધી ગઈ છે. ચાલો જાણીએ કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કઈ રાશિ પર કેવી અસર કરશે.

આ રાશિઓ પર ચંદ્રગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિ પર નકારાત્મક અસર કરી શકે છે. મેષ રાશિના લોકોને ધન હાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય બિલકુલ યોગ્ય નથી.

વૃષભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિ પર મિશ્ર પ્રભાવ કરી શકે છે. આ રાશિના લોકોને એક તરફ ધનલાભના સંકેત મળી રહ્યા છે. બીજી તરફ, આ રાશિવાળા બાળકોના શિક્ષણમાં નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ રાશિના જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો છે તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો પર પણ આ ચંદ્રગ્રહણની મિશ્ર અસર જોવા મળશે. કન્યા રાશિના લોકોને આ ચંદ્રગ્રહણ પછી નોકરીમાં પ્રમોશન મળી શકે છે, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. કન્યા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન નવું મકાન ખરીદી શકે છે.

મકર રાશિ

આ ચંદ્રગ્રહણ મકર રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે. ચંદ્રગ્રહણની અસરને કારણે મકર રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે નવું વાહન ખરીદી શકો છો. આ સિવાય તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ પણ મળી શકે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles