fbpx
Sunday, October 6, 2024

આજથી રાંધણ ગેસનાથી લઇને પીએમ કિસાન યોજના નિયમમાં ફેરફાર

આવતીકાલથી વીમાથી લઇને રાંધણ ગેસ ખરીદવા, વીજળી સબસિડી મેળવવા, દિલ્હી એઇમ્સમાં ઓપીડી સારવાર મેળવવા, જીએસટી રિટર્ન ભરવાના નિયમો બદલાઇ જશે. આ ઉપરાંત પીએમ કિસાન યોજનાની રકમની માહિતી ખાતામાં તપાસવા માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી લોકોની સુવિધામાં વધારો થશે.

વીમા નિયામક ઇરડાએ નોન લાઇફ વીમા પોલિસી ખરીદવા પર કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આ ફક્ત જીવન વીમા માટે ફરજિયાત હતું અને નોન લાઉફ વીમા જેવા કે સ્વાસ્થ્ય તથા વાહન વીમામાં એક લાખ રૃપિયાથી વધારાની ક્લેઇમની સ્થિતિમાં જરૃરી હતું. જો કે એક નવેમ્બરથી દરેક માટે ફરજિયાત થઇ જશે.

એલપીજી સિલિન્ડરના બુકિંગ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર ઓટીપી આવશે. તમને ગેસની ડિલિવરી સમયે ઓટીપી બતાવવો પડશે ત્યારબાદ જ સિલિન્ડર મળશે.

પીએમ કિસાન યોજનાની ૧૨મા હપ્તાની ચૂકવણી પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી કિસાન પોર્ટલ પર જઇને આધાર નંબરથી પોતાના સ્ટેટસ ચેક નહીં કરી શકે અને આ માટે તેમને હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર આપવો પડશે.

જીએસટી રિટર્નના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પાંચ કરોડ રૃપિયાથી ઓછા ટર્નઓવરવાળા કરદાતાઓને જીએસટી રિટર્નમાં ચાર આંકડાનો એચએસએન કોડ લખવું ફરજિયાત રહેશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles