ભારતીય વાયુસેના આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉત્સાહ અને જુસ્સા સાથે ઉજવી રહી છે. એરફોર્સ ડે પર શનિવારે ચંદીગઢના એરફોર્સ સ્ટેશન 12 વિંગ પર પરેડ અને ફ્લાય પાસ્ટનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
ભારતીય વાયુસેનાનો નવો કોમ્બેટ યુનિફોર્મ એર ચીફ માર્શલ વીકે ચૌધરી અને વેસ્ટર્ન એર કમાન્ડના એર કમાન્ડિંગ-ઈન-ચીફ શ્રીકુમાર પ્રભાકરનની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ નવા યુનિફોર્મની વિશેષતાઓ વિશે.
વિંગ કમાન્ડર કુણાલ ખન્ના અને તેમની ટીમે એરફોર્સ ડે ઈવેન્ટમાં એરફોર્સનો નવો કોમ્બેટ યુનિફોર્મ પ્રદર્શિત કર્યો હતો. એરફોર્સ દ્વારા શેર કરવામાં આવેલો નવો યુનિફોર્મ ITBP જવાનોના યુનિફોર્મ જેવો જ લાગે છે. ફાઈટર પ્લેન ઉડતા પાઈલટ યુદ્ધ દરમિયાન આ યુનિફોર્મનો ઉપયોગ કરશે.
ભારતીય વાયુસેનામાં પ્રથમ વખત કોમ્બેટ ટી-શર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાયુસેનાની વિશેષતાઓની વાત કરીએ તો પ્રથમ વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી છે. તેનો રંગ અને ડિઝાઇન, જે પ્રકૃતિ સાથે સુસંગત છે. આના કારણે દુશ્મનને સરળતાથી છટકાવી શકાય છે.
આ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે નવો યુનિફોર્મ એરફોર્સ ડ્રેસ સ્ટેન્ડિંગ કમિટીના ઘણા પ્રયત્નો અને સંશોધનનું પરિણામ છે. તેને વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આને પહેરીને વાયુસેનાના લડાયક સૈનિકો જંગલોમાં, રણમાં, પહાડો પર કે બરફ પર દુશ્મનને સરળતાથી ચકમો આપી શકે છે.
એરફોર્સના નવા યુનિફોર્મનું ફેબ્રિક એકદમ આરામદાયક છે. તે હળવા અને સ્ટ્રેચેબલ છે. આ યુનિફોર્મમાં ટી-શર્ટ, શર્ટ અને પેન્ટ ઉપરાંત ટોપી અને શૂઝ પણ અલગ છે. જે દુશ્મનોનું ધ્યાન ભટકાવવામાં મદદગાર છે. તે યુદ્ધના મેદાનમાં આગળ વધવામાં મદદરૂપ થશે. તે એક પ્રકારનું પરંપરાગત રક્ષણાત્મક કવર પૂરું પાડે છે.