fbpx
Sunday, November 24, 2024

બ્યુટી ટીપ્સ: દૂધ જેવી ગોરી ત્વચા મેળવવા માટે આ લોટનો ઉપયોગ કરો..

ચોખાનું સેવન આપણા શરીરને ઉર્જા આપે છે અને શરીરને ઘણા બધા ફાયદા પણ થાય છે. પરંતુ ભોજન સિવાય ચોખાના બીજા ઘણા ફાયદા છે જેનાથી ઘણા લોકો અજાણ છે. આજે અમે તમને ચોખાના લોટથી સોના જેવી ચમકદાર ત્વચા બનાવવાના ઉપાય જણાવીશું, આ ઉપાય ખુબ જ સસ્તો અને સરળ છે. આ નુસખાના ઉપયોગથી તમારા શરીર પર રહેલા બધા સ્કિન છિદ્રો સારા થઇ જાય છે અને એની નીચે રહેલી ચમકદાર ત્વચા દેખાવા લાગે છે.

તે તમારી ત્વચાની અંદર સુધી જઈને ગંદકીને બહાર કાઢે છે જેનાથી ત્વચા ચમકવા લાગે છે. ત્વચા યુવાન લાગે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બા પણ ઓછા થવા લાગે છે. એના માટે ચોખા અને મધની જરૂરત પડશે. મધ ન હોઈ તો તમે ખાંડ અને પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ મધ જેવું પરિણામ એમાં નહિ મળે, મધમાં જ બેસ્ટ પરિણામ મળશે. તેના માટે કટોરીમાં એક ચમચી ચોખાનો લોટ અને મધ અથવા ખાંડ અને પાણીને મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડી વાર સુકાવવા દો. જયારે સુકાઈ જાય પછી તેને ઠંડા તાજા પાણીથી મોં ધોઈ લેવું. આ પેસ્ટથી ચહેરા પર અલગ જ ચમક જોવા મળશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles