ભારતે બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ મેચમાં એક સાથે અનેક રેકોર્ડ પણ બન્યા હતા.
જેમાં સૂર્યા અને વિરાટની સાથે કેપ્ટન રોહિતે પણ રેકોર્ડ તોડ્યો હતો. વધુ એક રેકોર્ડ બનાવ્યો કે ભારતે દક્ષિણ આફ્રિકાને તેમની ધરતી પર પ્રથમ વખત T20 શ્રેણીમાં હરાવ્યું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ત્રણ વિકેટે 237 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ડેવિડ મિલર અને ક્વિન્ટન ડી કોક (અણનમ 69) વચ્ચે ચોથી વિકેટ માટે 90 બોલમાં 174 રનની અતૂટ ભાગીદારી છતાં દક્ષિણ આફ્રિકા ત્રણ વિકેટે 221 રન બનાવી શક્યું હતું.
કોહલીએ 28 બોલમાં અણનમ ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેણે T20 કરિયર (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ)માં 11000 રન પૂરા કર્યા. તેના નામે હવે 11030 રન છે.
સૂર્યકુમારે 17મી ઓવરમાં પાર્નેલ સામે બે સિક્સર વડે 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. T20 ઇન્ટરનેશનલમાં તે તેનો વર્ષનો 50મો સિક્સ હતો અને તે આ યાદીમાં ટોચ પર છે. આ સાથે તેણે સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
મિલરે તેની અણનમ ઇનિંગમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેણે T20 ઈન્ટરનેશનલમાં બીજી વખત સદી ફટકારી. ડી કોકે 48 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
આ મેચ સંપૂર્ણપણે બેટ્સમેનોના નામે હતી, જ્યાં મેચમાં કુલ 458 રન થયા હતા અને માત્ર છ વિકેટ પડી હતી.
આ પહેલા પ્લેયર ઓફ ધ મેચ રાહુલે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા અને કેપ્ટન રોહિત શર્મા (37 બોલમાં 43 રન) સાથે શરૂઆતની વિકેટ માટે 10 ઓવરમાં 96 રનની ભાગીદારી નોંધાવી હતી. ટીમને શાનદાર શરૂઆત અપાવી.
આ પછી, ડેવિડ મિલર એક છેડેથી આક્રમક બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે ઓપનર ક્વિન્ટન ડી કોક બીજા છેડેથી સંઘર્ષ કરી રહ્યો હતો.