ભારતમાં તેમના ડીઝલ વાહનો બંધ કરી દીધા છે. હવે અહેવાલ મુજબ, Honda Cars India પણ ટૂંક સમયમાં તેના ડીઝલ વાહનોને બંધ કરવાની યોજના બનાવી રહી છે.
એક ઓનલાઈન મીડિયા પ્રકાશન સાથે વાત કરતા હોન્ડા કાર્સ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ, તાકુયા ત્સુમુરાએ કહ્યું કે કંપની ડીઝલ એન્જિન વિશે વધુ વિચારી રહી નથી. મોટાભાગની કાર કંપનીઓએ યુરોપિયન માર્કેટમાં તેમની ડીઝલ પાવરટ્રેન બંધ કરી દીધી છે.
હાલમાં, હોન્ડાના ભારતીય પોર્ટફોલિયોમાં ચાર મોડલનો સમાવેશ થાય છે જે ડીઝલ પાવરટ્રેન સાથે આવે છે. આમાં Jazz પ્રીમિયમ હેચબેક, WR-V સબકોમ્પેક્ટ SUV, Amaze કોમ્પેક્ટ સેડાન અને સિટી મિડ-સાઈઝ સેડાનનો સમાવેશ થાય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કંપની Jazz, WRV અને Cityના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી શકે છે. કંપની તેના વેચાણ નેટવર્કને અપગ્રેડ કરવા તેમજ તેની SUV મોડલ લાઇનઅપને વિસ્તારવા પર કામ કરી રહી છે.
હોન્ડાએ પુષ્ટિ કરી છે કે ભારત માટે તેની આગામી નવી SUV એ વિકાસનો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને ટૂંક સમયમાં ઉત્પાદનમાં જશે. તે મધ્યમ કદની SUV હોવાની શક્યતા છે જે Hyundai Creta, Kia Seltos, નવી Toyota Hyryder અને આવનારી Maruti Grand Vitara સાથે ટકરાશે.