fbpx
Tuesday, July 9, 2024

સાઉથની આ ફિલ્મમાં ફરીથી વિલન બનવા જઈ રહ્યો છે સંજય દત્ત, ફિલ્મ માટે આટલી મોટી રકમ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તના હાથમાં વધુ એક સાઉથની ફિલ્મ આવી ગઈ છે. હા, સંજય દત્ત અને સાઉથના સુપરસ્ટાર થલપથી વિજય લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ ‘થલપથી 67’માં સાથે જોવા મળવાના છે.

પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, સંજય દત્ત આ ફિલ્મ માટે લોકેશ કનાગરાજ પાસેથી 10 કરોડ રૂપિયાની મોટી ફી લઈ રહ્યો છે અને તેને આ ફિલ્મ માટે લોક કરી દેવામાં આવ્યો છે.

સંજય દત્તે મોટા પડદા પર ઘણી વખત પોતાની જાતને વિલન તરીકે સ્થાપિત કરી છે અને ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. રિપોર્ટ અનુસાર, લોકેશ કનાગરાજની આવનારી ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણા પાવરફુલ વિલનની માંગ કરે છે અને જ્યારે વિલનની વાત આવે અને સંજય દત્તનું નામ ન આવે તો એવું થઈ શકે નહીં.

આ ફિલ્મમાં વિલન તરીકે કામ કરવા માટે સંજય દત્તે 10 કરોડ રૂપિયાની ભારે ફી લીધી છે. તમને જણાવી દઈએ કે લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ પાન ઈન્ડિયા રીલિઝ છે. તેની છેલ્લી ફિલ્મ વિક્રમની સમગ્ર ભારતમાં સફળતા પછી, લોકેશ કનાગરાજ ધીમે ધીમે ઉત્તર ભારતના પ્રેક્ષકોમાં પોતાનો માર્ગ બનાવી રહ્યો છે અને વિજયની આગામી ફિલ્મ સાથે તે વસ્તુઓને વધુ ઊંચાઈ પર લઈ જવા માંગે છે. વિજય માટે ઉત્તર ભારતીય પ્રેક્ષકોમાં પોતાની ઓળખ બનાવવાની આ એક સુવર્ણ તક છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી ચર્ચા છે કે મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ પણ લોકેશ કનાગરાજની વિશ લિસ્ટમાં છે. લોકેશ આ ફિલ્મમાં પૃથ્વીરાજને વિલન તરીકે કાસ્ટ કરવા માંગે છે, જોકે પૃથ્વીરાજને હજુ સુધી લોકેશ કરવામાં આવ્યો નથી. લોકેશની ફિલ્મ ‘થલપથી 67’ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થવાની શક્યતા છે. ‘વરિસુ’ પછી વિજય માટે આવતા વર્ષે આ બીજી રિલીઝ હશે. ‘વરિસુ’ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles