જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHC)ના 49મા સત્ર દરમિયાન કાશ્મીરના અગ્રણી માનવાધિકાર કાર્યકર્તા જુનૈદ કુરેશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદે કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે ચીને અક્સાઈ ચીનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે, તેથી તેને ઔપચારિક રીતે ‘ચીનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર’ (CoK) તરીકે માન્યતા આપવી જોઈએ.
યુએન પર અવગણના કરવાનો આરોપ
ચર્ચા દરમિયાન જુનૈદે કહ્યું કે હું કાઉન્સિલનું ધ્યાન મારા પૂર્વજોની જમીન જમ્મુ અને કાશ્મીરના મુદ્દા તરફ દોરવા માંગુ છું, જેના પર કાઉન્સિલમાં ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. કુરેશીએ કહ્યું, ‘અક્સાઈ ચીન જમ્મુ અને કાશ્મીરના 20 ટકાથી વધુ વિસ્તારને આવરી લે છે, જે કદમાં લગભગ ભૂટાન જેટલું છે. સંયુક્ત રાષ્ટ્ર અને તેના વિવિધ અંગો જેમ કે માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી) એ જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર પ્રવર્તમાન પરિભાષાના આધારે અક્સાઈ ચીન મુદ્દા પર ચીનના ગેરકાયદેસર કબજાને સંપૂર્ણપણે અવગણ્યો.
22-03-2022, Geneva: My (virtual) Intervention on General Debate Item 4 (Human rights situations that require the Council’s attention) during the 49th Session of the UNHRC in Geneva. pic.twitter.com/rUh1jF5Fxv
— Junaid Qureshi (@JQ_plaintalk) March 23, 2022
તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો જેટલો ગંભીર છે, આ પ્રકારની ક્ષતિની ગંભીર અસર પડી છે.
ચીને વિરોધ કર્યો
જુનૈદ કુરેશીની વાત સાંભળ્યા બાદ ચીને તેનો વિરોધ કર્યો હતો. ચીને કહ્યું, ‘જુનૈદ દ્વારા આપવામાં આવેલ નિવેદન ચીનની પ્રાદેશિક અખંડિતતા અને સંપ્રભુતાની વિરુદ્ધ છે. જે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે. ચીન વિનંતી કરે છે કે જુનૈદની માંગને નજરઅંદાજ કરવામાં આવે.
શ્રીનગરના જુનૈદ કુરેશી બ્રસેલ્સ સ્થિત યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (ઇએફએસએએસ)ના ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે 1950ના દાયકામાં ચીને અક્સાઈ ચીન (લગભગ 38,000 વર્ગ કિમી વિસ્તાર) પર કબજો જમાવ્યો હતો. હવે આ વિસ્તાર લાંબા સમયથી બંને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો છે.