fbpx
Sunday, October 6, 2024

આ ચાર વાતોનું રાખશો ધ્યાન, તો હંમેશા શત્રુઓ પર મેળવશો વિજય.. જાણો શું કહે છે ચાણક્ય નીતિ

મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ એક નીતિ શાસ્ત્રની રચના કરી છે, જેમાં તેમણે ધન, સંપત્તિ, સ્ત્રીઓ, મિત્રો, કારકિર્દી અને લગ્ન જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનું ઊંડાણપૂર્વક વર્ણન કર્યું છે. ચાણક્યએ હંમેશા પોતાની નીતિઓથી સમાજને માર્ગદર્શન આપ્યું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તે પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે.

ચાણક્યજીએ તેમની નીતિશાસ્ત્રમાં દુશ્મનોને હરાવવાના કેટલાક ગુણો જણાવ્યા છે. જો વ્યક્તિમાં આ ગુણો હોય તો તે સૌથી મોટા દુશ્મન પર પણ વિજય મેળવે છે. જાણો શું છે એ ગુણો. આચાર્ય ચાણક્યનું માનવું છે કે જે વ્યક્તિ પોતાની યોજનાઓને લઈને સતર્ક રહે છે, તે સૌથી મોટા દુશ્મન પર પણ જીત મેળવી લે છે. એટલા માટે ચાણક્ય કહે છે કે કોઈપણ વ્યક્તિ સાથે તમારી યોજનાઓ શેર કરતી વખતે કાળજી લેવી જોઈએ. તેમજ તમામ કામ પૂર્ણ ધીરજથી કરવા જોઈએ.

નમ્રતા એ સૌથી મોટું આચરણ છે: ચાણક્યનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના શત્રુ પર જીત મેળવવા ઈચ્છે છે તો તેણે હંમેશા અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકાર અને અભિમાનને કારણે માણસના ઘણા દુશ્મનો બની જાય છે. તેથી વ્યક્તિએ હંમેશા દરેક સાથે નમ્રતાથી વાત કરવી જોઈએ. ચાણક્ય નમ્રતાને શ્રેષ્ઠ ગુણોમાંનો એક માને છે. આવી વ્યક્તિ દરેકને પ્રિય માનવામાં આવે છે.

શક્તિમાં કરતા રહેવું જોઈએ: આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, જો તમારે તમારા શત્રુને હરાવવા હોય તો તમારે તમારી શક્તિને સતત વધારવી જોઈએ. કારણ કે કોઈ શક્તિશાળી વ્યક્તિ સાથે દુશ્મની વ્હોરતા પહેલા વ્યક્તિ ઘણી વાર વિચારે છે.

જો વ્યક્તિની શક્તિ નબળી પડી જાય છે, તો દુશ્મનો તેના પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં માણસે હંમેશા પોતાની શક્તિ, તાકાત અને જ્ઞાનને સતત વધારવું જોઈએ.

મીઠી વાણી પણ શત્રુને નમાવી શકે છે: ચાણક્યના મતે વ્યક્તિની મીઠી વાણી દુશ્મનને પણ પરાજિત કરે છે. તેથી જ મધુર અવાજ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમારો દુશ્મન તમારી પાસે આવીને કડવા શબ્દો બોલે તો પણ તમારે મીઠા શબ્દો જ વાપરવા જોઈએ. તે પોતાની જાત પર શરમ અનુભવશે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles