કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે દિલ્હી અને જયપુર વચ્ચે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું તેમનું સપનું છે.
અહીં એક સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે સરકારને મણિપુર, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં રોપવે કેબલ નાખવા માટે અત્યાર સુધીમાં 47 દરખાસ્તો મળી છે. તેમણે કહ્યું, મારું સપનું છે કે દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાનું છે.
બજેટની કમી નથી
મંત્રીએ કહ્યું કે તેમના મંત્રાલય પાસે વિશાળ બજેટ છે અને બજાર પણ તેને સમર્થન આપવા તૈયાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2022-23ના બજેટમાં માર્ગ અને પરિવહન મંત્રાલય માટે 1.99 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
ઇલેક્ટ્રોનિક હાઇવે શું છે?
ઈલેક્ટ્રોનિક હાઈવે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આમાં જ ઇલેક્ટ્રિક વાહનો માટે એક લેન હશે, જ્યાં વાહનો કેબલ પર ચાલશે. આના પર કેબલથી ચાલતી વિશેષ બસો અને ટ્રકો દોડાવવામાં આવશે. આ બસો 120 કિલોમીટરની ઝડપે દોડશે. આ યોજના લાગુ થયા બાદ ભારતમાં ટ્રક અને બસો વીજળી પર ચાલશે. તેનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે. ઈલેક્ટ્રિક હાઈવે પર ટ્રક કે બસો પણ મેટ્રોની જેમ ઉપર લગાવેલા ઈલેક્ટ્રિક કેબલથી ચાલશે.