fbpx
Sunday, October 6, 2024

અફઘાનિસ્તાન: પરિવાર માટે કિડની વેચતા લોકો, બેરોજગારી અને દેવાથી પીડિત કાબુલ, 1500 ડોલરમાં અંગોની બોલી લગાવે છે

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બે સમયની રોટલી માટે લોકો પોતાની કિડની વેચવા મજબૂર છે. તેનું સૌથી મોટું કારણ વધતી બેરોજગારી અને દેવાનો બોજ છે.

આવી સ્થિતિમાં પરિવારનો ઉછેર કરવો મુશ્કેલ બની રહ્યો છે.

આવો જ એક પીડિત 32 વર્ષીય નૂરુદ્દીન છે. તેણે કહ્યું કે તેની પાસે કિડની વેચવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અહીં લોકો પોતાના પરિવારને બચાવવા માટે પોતાના શરીરના કોઈપણ અંગનો બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. મને હવે પસ્તાવો થાય છે. હું હવે મારા શરીર સાથે કામ કરી શકતો નથી. હું પીડામાં છું. હું અને મારો પરિવાર હવે વધુ ભરણપોષણ માટે મારા 12 વર્ષના પુત્ર પર નિર્ભર છીએ, તે એક દિવસમાં લગભગ 49 અફઘાની ચલણમાં જૂતાને પોલિશ કરે છે.

નૂરુદ્દીન એ આઠ પીડિતોમાં સામેલ છે જેમણે અત્યાર સુધીમાં તેમની એક કિડની વેચી છે. કેટલાકે તો તેમની કિડની $1,500 (લગભગ રૂ. 1,13,524)માં વેચી દીધી. શકીલાની નૂરુદ્દીન જેવી વાર્તા પણ છે, જે 19 વર્ષની ઉંમરે બે બાળકોની માતા બની હતી. શકીલાએ પોતાના બાળકો માટે પોતાની એક કિડની પણ વેચી દીધી છે. શકીલાના કહેવા પ્રમાણે, ભૂખને કારણે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં મારી કિડની $1,500માં દાન કરી છે. પરંતુ મળેલા મોટા ભાગના પૈસા પરિવારના દેવાની પતાવટમાં ગયા.

‘કિડની નહીં વેચાય તો દીકરી વેચવી પડી શકે’
ત્રણ બાળકોની માતા અજીજા હાલમાં તેની કિડની વેચવા માટે ગ્રાહકોની શોધમાં છે. અજીજાએ કહ્યું, “મારા બાળકો રસ્તા પર ભીખ માગતા ફરે છે. જો હું મારી કિડની નહીં વેચું તો મને મારી એક વર્ષની દીકરીને વેચવાની ફરજ પડશે. દાયકાઓનાં યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ પહેલેથી જ બગડી ગઈ હતી અને છ મહિના પહેલાં તાલિબાન દ્વારા કબજો લેવામાં આવ્યો ત્યારથી તે વધુ નાણાકીય મુશ્કેલીમાં ડૂબી ગઈ છે.

મોટાભાગના દેશોમાં પ્રતિબંધો છે… મોટાભાગના વિકસિત દેશોમાં શરીરના અંગો વેચવા કે ખરીદવા ગેરકાયદેસર છે. પરંતુ અફઘાનિસ્તાનમાં હાલમાં આવા કોઈ પ્રતિબંધ નથી. મઝાર-એ શરીફના ઉત્તરીય શહેરની એક હોસ્પિટલના ભૂતપૂર્વ ટોચના સર્જન પ્રોફેસર મોહમ્મદ વકીલ મતીને જણાવ્યું હતું કે, અંગોનું દાન કે વેચાણ કેવી રીતે કરી શકાય તે નિયંત્રિત કરવા માટે અહીં કોઈ કાયદો નથી, પરંતુ દાતાઓની સંમતિ જરૂરી છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles