12 મુસાફરોને લઈને જતું વિમાન કોમોરોસ ટાપુઓ નજીક ક્રેશ થઈ ગયું છે અને તે રડારથી ગાયબ થઈ ગયું છે. વિમાનના ભાગો સમુદ્રમાંથી મળી આવ્યા છે. યાત્રીઓ ઉપરાંત બે પાઈલટ પણ વિમાનમાં હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એરક્રાફ્ટ સેસના કંપનીનું હતું. જે ટેકઓફના થોડા સમય બાદ રડારમાંથી ગાયબ થઈ ગયો હતો. બાદમાં તે ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભમાં પરિવહન મંત્રાલય દ્વારા વધુ પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું છે કે વિમાનમાં સવાર બંને પાઈલટ તાન્ઝાનિયાના નાગરિક હતા, જ્યારે તમામ મુસાફરો કોમોરિયન હતા. બ્યુરો ઓફ એરક્રાફ્ટ એક્સિડેન્ટ આર્કાઈવ્સ અનુસાર, સિંગલ એન્જિનવાળા વિમાને મોરોની આઈલેન્ડ એરપોર્ટથી મોહેલી એરપોર્ટ સુધી 12 મુસાફરો અને બે પાઈલટ સાથે ઉડાન ભરી હતી. દરમિયાન, મોહેલી નજીક પહોંચતા જ વિમાન આશરે 2.5 કિમી દૂર દરિયામાં ક્રેશ થયું હતું.
હિંદ મહાસાગરમાં વિમાનનો કાટમાળ મળ્યો
કોમોરિયન ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેનને શોધવા માટે જોઇજીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પછી હિંદ મહાસાગરમાં પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો.
અધિકારીઓએ કહ્યું કે ફિશિંગ બોટ અને ઓછામાં ઓછી એક સ્પીડબોટ ઝડપથી તે સ્થળ તરફ તૈનાત કરવામાં આવી હતી જ્યાં પ્લેન તેના સિગ્નલ ગુમાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અસરગ્રસ્ત પરિવારોને સહાયની ઓફર કરવામાં આવી રહી છે.