ઈન્ડિયન પ્રીમિયર લીગનું મેગા ઑક્શનના પહેલા દિવસ દરેક વ્યક્તિને થોડું આશ્ચર્ય થયું છે. જ્યારે સુરેશ રૈનાને કોઈ ટીમે ખરીદવા રસ દાખવ્યો ન હતો. ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલા સુરૈશ રૈનાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. પૂર્વ ભારતીય ક્રિકેટ સુરેશ રૈના આ સીઝનમાં અનસોલ્ડ રહ્યો છે. જેના કારણે દરેક ક્રિકેટ ચાહક આશ્ચર્યમાં છે.
આ વખતેના ઑક્શનમાં આ સૌથી વધારે દુઃખ આપનારી ક્ષણ રહી હતી.
આ મામલે પ્રતિક્રિયા આપતા સિનિયર બોલર હરભજનસિંહે કહ્યું હતું કે, હું શોક છું કે, સુરેશ રૈના આ વખતે અનસોલ્ડ રહ્યો છે. આ વખતેના ઑક્શનની સૌથી વધુ દુઃખ આપનારી આ ક્ષણ રહી હતી. સુરેશ રૈના સિવાય, ઉમેશ યાદવ જેવા પ્લેયરને ખરીદવા પણ કોઈ ટીમે રસ દાખવ્યો નથી. જોકે, આ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. જે આશ્ચર્ય જન્માવે છે. ઉમેશ યાદવ છેલ્લા ઘણા સમયથી સારૂ ક્રિકેટ રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં પણ સતત પર્ફોમ કરીને પોતાની જગ્યા બનાવી ચૂકયો છે. આ એક દુઃખભરી ક્ષણ છે કે, કોઈ ટીમે એને ખરીદવામાં રસ દાખવ્યો નથી. કોઈ ટીમ એને ખરીદવા માટે તૈયાર નથી. કેટલીક ટીમ ઉમેશને બીજા દિવસે પણ ખરીદી શકે એમ હતી.
પણ સુરેશ રૈના માટે આ થોડું મુશ્કેલ છે કારણ કે, હવે તે ક્રિકેટ રમતા નથી. સુરેશ રૈના ચેન્નઈ સુપરકિંગ્સ ટીમનો સપોર્ટર રહ્યો છે. આ પહેલા તે બે સીઝન માટે ગુજરાત લાયન્સ ટીમ સાથે રહ્યો હતો. ગત સીઝનમાં પણ તે થોડા સમય માટે ટુર્નામેન્ટ રમ્યો ન હતો. આ સિવાય IPLની ગત વર્ષની સીઝનમાં પ્લેઈંગ 11માંથી એને બહાર કરી દેવામાં આવ્યો હતો. માત્ર સુરેશ રૈના જ નહીં પણ આ વખતેના ઑકશનમાં પહેલા દિવસ સ્ટીવ સ્મિથ, અમિત મિશ્રા, ઉમેશ યાદવ સહિત અનેક મોટા પ્લેયર્સ ઉપર પણ કોઈ ટીમે બોલી લગાવી ન હતી. જ્યારે ઈશાન કિશન જેવા યુવા ખેલાડી માટે મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડની બોલી લગાવી હતી. પહેલા દિવસે તે સૌથી વધારે કિંમતનો ખેલાડી રહ્યો હતો.
બીજી બાજું ઑક્શન પૂર્ણ થતા હવે કઈ ટીમમાંથી કોને સુકાની બનાવવામાં આવશે એ અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માને ફરી મોટી જવાબદારી સોંપાઈ શકે છે. જોકે, તે હાલમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે એટલે જવાબદારીનો ઈન્કાર કરી શકે એવી શક્યતા છે. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સમાંથી મહેન્દ્રસિંહ ધોનીને, દિલ્હી કેપિટલ્સમાંથી રીષભ પંતને, સનરાઈઝર્સ હૈદરાબાદમાંથી કેન વિલિયમસનને, રાજસ્થાન રોયલ્સમાંથી સંજુ સેમસનને, પંજાબ કિંગ્સમાંથી શિખર ધવનને, કોલકાતા નાઈટરાઈડર્સમાંથી શ્રેયસ ઐય્યરને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી મેક્સવેલને સુકાની પદ માટે નિયુક્ત કરવામાં આવી શકે છે. જ્યારે નવી ટીમ ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિક પંડ્યા અને લખનૌ ટીમ માટે કે.એલ. રાહુલની પસંદગી નક્કી થઈ છે.